ગોધરા તાલુકાના ઓરવાડા ગામે પતંગની દોરીથી એક ગંભીર અકસ્માત થયો છે. પોલીસ આઉટ પોસ્ટ પાસે બાઈક પર પસાર થતા એક આધેડના મોઢા અને ગળામાં અચાનક પતંગની દોરી ફસાઈ જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહી વહેતાં લોકો દોડી આવ્યા અને એમ્બ્યુલન્સ દ્વારા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા, બાદમાં ગંભીર હાલતને કારણે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ રેફર કરાયા. ઘટનાએ ચાઈનીઝ અને નાયલોન દોરીના જોખમને ફરી ઉજાગર કર્યું છે.