*ધંધુકા પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ આર.ડી. ગોજીયા વિદાય સમારંભ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનમાં સિનિયર પી.આઈ તરીકે ફરજ બજાવતા આર.ડી. ગોજીયા ની બદલી. ગોજીયા સાહેબના નેતૃત્વ હેઠળ ધંધુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થયું હતું અને જનતા સાથે સંવાદ રાખી પોલીસની વિશ્વસનીયતા વધુ મજબૂત બની હતી. આ અવસરે ધંધુકાના તમામ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તથા વેપારી ભાઈઓ દ્વારા ગોજીયા માટે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.