મોરવા હડફ: તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.29મી ઓકટોબરના રોજ યોજાશે,અરજદારો તા.15મી ઓક્ટોબર સુધી પ્રશ્નો મોકલી શકાશે
મોરવા હડફ તાલુકા માટેનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.29.10.25ને બુધવારના રોજ સવારે 11 કલાકે મામલતદાર કચેરી,મોરવા હડફ ખાતે યોજાશે.આ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.15.10.25 સુધીમાં મામલતદાર કચેરી, મોરવા (હડફ) ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે.