તારાપુર: જીચકા ગામે ત્યજી દેવાયેલ નવજાત કેસમાં નવો વળાંક આવ્યો, સંગીરા ઉપર બે યુવકોએ દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની હોવાનો ઘટસ્ફોટ
Tarapur, Anand | Sep 21, 2025 એક નવજાત શીશુને ત્યજી દેવાના જે કેસમાં નવો વળાંક આવવા પામ્યો છે.નવજાતને જન્મ આપનાર સંગીરા ઉપર સાવલી તાલુકાના જાલમપુરા ગામે રહેતો રાહુલ ભોઈ અને ખાંડી ગામે રહેતો ભાવેશ પઢીયાર નામના બે યુવકોએ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. જેથી સંગીરા ગર્ભવતી બની હોવાનો ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે.જેને લઈને ભાદરવા પોલીસે બંને યુવકો વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.આ પુત્ર કોનો છે તેની ચોક્કસ ખાતરી કરવા માટે આગામી સમયમાં DNA ટેસ્ટ કરાશે.