હાલોલ: હાલોલના મદાર ગામે બાઇક ચાલકને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો,બાઇક પર સવાર પિતા પુત્રી થયા ઇજાગ્રસ્ત
હાલોલના મદાર ગામે આજે મંગળવારે સાંજના સુમારે બાઇક ચાલકને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમા બાઇક પર સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્ત મહેશ નાયકનો પગ ભાગી ગયો હોવાનુ જાણવા મળ્યુ છે.જ્યારે તેમની પુત્રી રાગીના નાયકને માથામા ગંભીર ઈજાઓ પહોચતા બન્નેને 108 એમ્બ્યુલન્સ મારફતે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા