ધાનેરા: ધાનેરા કોંગ્રેસ પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ, પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત.
ધાનેરામાં સૂર્યોદય કોલેજ માં આજે શહેર કોંગ્રેસ સમિતિની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં શહેર અને તાલુકાના દરેક ગામોમાં "વોટ ચોર, ગાદી છોડ" સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ આગેવાનોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.