અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રવજીભાઈ મકવાણાએ આજે 17 ને બુધવારે સાંજે ૫ કલાકે જણાવ્યું કે,ચિતલ જિલ્લા પંચાયત શીટ હેઠળ સમાવિષ્ટ ૧૧ ગામોના નાગરિકો,મતદારો તથા સામાજિક અને રાજકીય આગેવાનોને આહવાન કર્યું છે કે છેલ્લા ૫ વર્ષમા થયેલા વિકાસ કામોનો હિસાબ ભાજપના હાલના સભ્ય તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખપાસેથી માંગવો જોઈએ.તેમણે વિરોધ પક્ષના પૂર્વ ઉમેદવારતરીકે પોતાને પણ વિકાસના માંગેલા કામો અને ઉકેલાયેલા પ્રશ્નો અંગે જનતા સમક્ષ હિસાબ આપવા જણાવ્યુ છે.