તળાજા: પાવઠી ગામે વાડીમાં અજગર દેખાતા હડકંપ : ફોરેસ્ટ ટીમે કર્યું રેસ્ક્યુ
તારીખ 9 એપ્રિલ 2026ના ગુરુવારે બપોરના અંદાજે 2:30 વાગ્યાના સમયે પાવઠી ગામ નજીક ડકાના રોડ પર આવેલ એક વાડી વિસ્તારમાં અજગર દેખાયો હતો. અજગર દેખાતા વાડી માલિક દ્વારા તરત જ સરપંચને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા રેપિડ એક્શન ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.