પલસાણા: વણેસા ગામેથી 9 ફૂટ લાંબો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી ફ્રેન્ડસ ઓફ એનિમલની ટીમે જંગલ ખાતાને સોંપ્યો
Palsana, Surat | Oct 9, 2025 ભીમાડા ફળિયાની સીમમાં રસ્તા પર એક મહાકાય અજગર રસ્તો રોકી ને આરામ ફરમાવી રહ્યો હતો આયુષ અને એમના મિત્ર નજીક આવતા અજગર રસ્તાની બાજુમાં ઝાડીમાં તરફ જઈ રહ્યો હતો આ વાતની જાણ આયુષે ફળિયામાં જણાવતા લોક ટોળું એકથું થઈ ગયું હતું ગામના જાગૃત નાગરિક કલ્પેશભાઈ રાઠોડે ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના પ્રમુખ જતીન રાઠોડ ને અજગર ની જાણ કરતા જતીન રાઠોડ અને ટીમના સભ્ય કિરણ રાઠોડ ભીમાડા ફળિયે જઈ 20 મીનીટ ના ભારી જહેમત બાદ 9 ફુટના અજગર ને ઝાડી માંથી બચાવી લીધો