ભુજ: નમો લક્ષ્મી યોજનાએ કચ્છની ૨૯૩૮૯ દીકરીઓના વાલીઓનો શિક્ષણ ખર્ચનો બોજ ઓછો કરી કન્યાઓને માધ્યમિક શિક્ષણ અપાવવા પ્રેરિત કર્ય
Bhuj, Kutch | Oct 15, 2025 ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની ધો.૧૧ની છાત્રા આરના મહેતા જણાવે છે કે, આ યોજનાના કારણે મારા શિક્ષણનો ખર્ચ સરકાર મને પૂરો પાડી રહી છે. જેના કારણે મારા પરિવારને આર્થિક રાહત મળી છે. હું કોઇપણ આર્થિક ચિંતા વગર મન લગાવીને અભ્યાસ કરી શકું છું, મારા જેમ જ મારા શાળાની તેમજ કચ્છની અન્ય હજારો છાત્રાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જેના થકી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે.