વિસનગર: તિરુપતિ નજીક નદીમાં ડૂબેલ યુવકનો મૃતદેહ બીજા દિવસે મળ્યો
મળતી માહિતી મુજબ, વિક્રમજી ઠાકોર નદી કિનારે આવેલા તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. બપોરના સમયે તેઓ નદીમાં ન્હાવા પડ્યા, પરંતુ પાણીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ અચાનક ડૂબી ગયા. આસપાસના લોકોએ યુવાનને ડૂબતા જોતા તરત જ બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા, પરંતુ તેમને સફળતા મળી ન હતી. મહેસાણા ફાયર ટીમ સહિત સ્થાનિક તરવૈયા એ દ્વારા શોધખોળ બાદ પણ મળી આવ્યો ન હતો. જ્યારે બીજા દિવસે ફરીથી શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો.