વલસાડ: વાગલધરા ગામ પાસે ઈલેક્ટ્રીક મશીન ભરીને જઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
Valsad, Valsad | Sep 17, 2025 બુધવારના 2 વાગ્યા દરમ્યાન બનેલી ઘટના મુજબ વલસાડ નેશનલ હાઇવે નંબર 48 વલસાડ થી સુરત જતા ટ્રેક ઉપર ઈલેક્ટ્રીક મશીન ભરીને ટ્રક જઈ રહ્યું હતું. જે દરમિયાન સ્ટેરીંગ પરથી ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર ઉપર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત થયેલ વાહનને ક્રેન મારફતે હટાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.