સીંગવડ: દાહોદ સાંસદ દ્વારા પતંગડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની આકસ્મિક મુલાકાત કરાઈ
Singvad, Dahod | Nov 12, 2025 આજે તારીખ 12/11/2025 બુધવારના રોજ બપોરે 3 કલાકે સાંસદ જસવંત સિંહ ભાભોર દ્વારા સિંગવડ તાલુકાના પતંગડી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ની આકસ્મિક મુલાકાત લીધી.આરોગ્ય કેન્દ્રના તમામ વિભાગોની ચકાસણી કરી તેમજ ઉપલબ્ધ અને ઘટતા સાધનો વિશે સ્ટાફ સાથે વિગતવાર ચર્ચા કરી. તેમજ સ્ટાફની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી અને લોકોને મળી રહેલી આરોગ્ય સેવાઓની ગુણવત્તાની સમીક્ષા કરી.