લીંબડી: લીંબડી ના દેવપરા ના પીકઅપ સ્ટેન્ડ પાસે બાઇક સામે બાઇક અથડાવી અકસ્માત સર્જી ઇજાઓ પહોંચાડ્યા ની ફરિયાદ નોંધાઇ
લીંબડી તાલુકાના પાણશિણા ગામ ના પરશોતમભાઇ હીરાભાઈ મકવાણા દેવપરા ગામે પાક નુકસાની નુ ફોર્મ ભરી આવતા હતા ત્યારે દેવપરા પીકઅપ સ્ટેન્ડ પાસે સામેથી આવતા બાઇક સવારે બાઇક સાથે બાઇક અથડાવતા પરશોતમભાઇ ને હેમરેજ જેવી ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. બનાવ સંદર્ભે આરોપી બાઇક સવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પાણશિણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.