સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે વસિષ્ઠ સ્કૂલમાં ટ્રાફિક મંથ અંતર્ગત માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ કામરેજ DYSP આર.આર. સરવૈયાની મુખ્ય હાજરીમાં યોજાયો હતો. જેમાં સુરત જિલ્લા ટ્રાફિક PSI આઈ.એ. સિસોદિયા, કામરેજ PI એ.ડી. ચાવડા, LCB| PI આર.બી. ભટોળ, તેમજ સુરત અને બારડોલીના RTO અધિકારીઓ સહિત ટ્રાફિક પોલીસકર્મીઓ ઉપસિ્થત રહ્યા હતા.