ભચાઉ શહેરમાં આવેલ કન્યા શાળા, ભવાનીપુર શાળા, સિતારપુરા શાળા સહિત વિવિધ શાળાઓમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની હાજરીમાં કરોડોના રૂપિયાના ખર્ચે ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા