હાલોલ: હાલોલના વિરાસત વન પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં સર્જાયો અક્સ્માત,બાઇક પર સવાર બે યુવકો થયા ઘાયલ
હાલોલના વિરાસત વન પાસે આજે મંગળવારના રોજ બપોરના 12 વાગ્યાના અરસામા એક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમા વનરાજ નાયકા અને રાહુલ રાઠવા બન્ને આજે હાલોલ ની એલેમ્પીક કંપનીમા નોકરી કરવા આવતા હતા દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.બન્ને ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમા વનરાજભાઈ નાયકાને પગમાં ફ્રેક્ચર થતા રેફરલ હોસ્પિટલમા સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામા આવ્યા હતા