અમરેલીને મળ્યો વિકાસનો નવીન માર્ગ – 12 કિ.મી. નવા બાયપાસ રોડને મળ્યું વહીવટી મંજુરાતી!અમરેલી શહેરની આસપાસના ટ્રાફિક દબાણને ઓછી કરવા અને ભવિષ્યના વિકાસને ગતિ આપવા માટે રાજ્યધોરી માર્ગ પર માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીનો 12 કિલોમીટરના નવા બાયપાસ રોડના ₹270.60 કરોડના કામને રાજ્ય સરકારે વહીવટી મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ અમરેલીને મળેલી આ મોટી ભેટ શહેરના પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ સુધારો લાવશે.