વંથળી: ધારાસભ્ય અરવિંદ લાડાણીના નિવેદન સામે બંટીયાના ખેડૂતે કહ્યું,"કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જઈ સળી તો તમે પહેલા કરી"
માણાવદર વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ફોન કોલ અને સળી ના મુદ્દે એક મોટો અને ઉગ્ર વીવાદ ઉભો થયો છે. થોડા સમય પહેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ નિવેદન દરમ્યાન કહ્યું હતું કે "હું સળી કરવા વાળા લોકોના ફોન ઉપાડતો નથી ગંભીરતા રાખું છુ"જેને લઇ પંથકના ખેડૂતો માં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે. વંથલી તાલુકાના બંટીયા ગામના ખેડૂતો પ્રકાશ જલુએ કહ્યું કે "કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જઈ સળી તો તમે પહેલા કરી છે."