વલ્લભીપુર: તાલુકાના કાળાતળાવ ગામે વૃદ્ધને માર માર્યાના બનાવમાં ફરાર આરોપી ઝડપાયો
આજે તારીખ 2 ઓકટોબરના રોજ મળતી માહિતી મુજબ થોડા મહિના પહેલાં કાળાતળાવ ગામે એક પાટીદાર વૃદ્ધને ઢોર માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો , જેમાં એક આરોપી ગણતરીની કલાકમાં ઝડપાઈ ગયો હતો ત્યાર બાદ એક આરોપી પોલીસ પકડથી દૂર હતો ત્યારે આજે નાથાભાઈ ઉલવા નામના આરોપીને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી .