હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે સાહોલ અને ઇલાવ કુમાર શાળા વચ્ચે ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો હતો. હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ સાહોલ પ્રાથમિક શાળા અને ઇલાવ કુમાર વચ્ચે ધોરણ-6થી 8ના બાળકો માટે ટ્વીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાર્થના,ભજન,ધૂન,અભિનયગીત,યોગાસનો સહિત વિવિધ કવિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.