મળતી વિગતો મુજબ ગોધરા તાલુકાના ચંચેલાવ ગામે આવેલા વણઝારા ફળીયામાં રહેતા સંજયકુમાર નરસિંહભાઈ વણઝારાએ ગોધરા તાલુકા પોલીસમથકે જાણવાજોગ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 24 ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં તેઓ પોતાની ઇકો કાર લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમ્યાન ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે અચાનક જ તેઓની કારના બોનેટના ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેને લઈને સંજયકુમાર કાર ઉભી રાખી હતી, એક તબક્કે કારમાંથી ધુમાડો નીકળતા અફરાતફરી મચી ગઈ હતી,