ખેડબ્રહ્મા: શહેર પોલીસે ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો
આજે બપોરે 3 વાગ્યે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ શહેર પોલીસે બાતમીના આધારે ખેડબ્રહ્મા તરફથી એક વાદળી રંગનો ટેમ્પો ભંગારની આડમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરીને આવી રહ્યો છે. ત્યારે પોલીસે મટોડા રોયલ પાર્ક હોટલ નજીક નાકાબંધી કરી ટેમ્પોને રોકી વિદેશી દારૂની કુલ 648 બોટલ જેની કિંમત અને ટેમ્પો એમ કુલ મુદ્દા માલ 1,51,520 કબ્જે લઈ એક શખ્સને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.