સાણંદ: સાણંદના માધવનગર વિસ્તારમાં DP માં આગ લાગવાની ઘટના બની
સાણંદના માધવનગર વિસ્તારમાં DP માં આગ લાગવાની ઘટના બની સાણંદ માધવનગર વિસ્તારમાં સાંજે 5 વાગ્યે 66 KV પાવર સબ-સ્ટેશનમાં બની હતી. અહીં ડીપી (DP) બોક્સમાં શોર્ટ સર્કિટ થવાના કારણે કેબલમાં આગ લાગી હતી, જેના પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો. સબ-સ્ટેશનના કેબલમાં આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.