તામિલનાડુમાં 2022ના ઓક્ટોબર મહિનામાં એક વ્યક્તિ સાથે ₹3 લાખનો સાયબર ફ્રોડ થયો હતો. તપાસ દરમિયાન આ રકમનો વ્યવહાર બારડોલી તાલુકાના મઢીના મોહમ્મદ ઉઝેર અબુબકર પઠાણના એકાઉન્ટ મારફતે થયો હોવાનું બહાર આવ્યું., ઉઝેરની અટકાયત બાદ તેણે સ્વીકાર્યું હતું કે યુકે રહેતા તેના સંબંધીએ નઝીમ નઈમ હાફેજીએ કમિશનની લાલચ આપી મોટો નાણાકીય વ્યવહાર કરાવ્યો હતો. ત્યારબાદ માઝ નામના વ્યક્તિએ ₹3 લાખ ઉઝેરના ખાતામાં જમા કરાવ્યા હતા.