મહુવા: કરમદીયા ગામે જૂની અદાવતમાં હુમલો, લોખંડના પાઈપથી માર મારી વ્યક્તિને ગંભીર ઇજા
ફરિયાદી ભાનુભાઈ મુળુભાઈ વાળા (ઉંમર 39), રહે. કરમદીયા, પોતાના વાડિયેથી ઘરે આવ્યા બાદ આરોપીઓએ મોટરસાયકલ પર આવી તેમને ઘેરી લીધા હતા. જેમાં જયરાજ ઉર્ફે લાલો પથુભાઈ વાળા એ લોખંડના પાઈપથી માથામાં ઘા મારતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ અન્ય આરોપીઓ—બળવંત પથુભાઈ વાળા, કનક રણુભાઈ વાળા અને ભરત દિલુભાઈ વાળા—એ લાકડીઓ વડે શરીરે આડેધડ માર માર્યો હતો. હુમલામાં ભાનુભાઈને મા