તારાપુર: કાનાવાડા ચોકડી પાસેથી રીક્ષામાં લઈ જવાતી વિદેશી દારૂની 86 બોટલો સાથે બે ઈસમો ઝડપાયા. 1.01 લાખનો મુદામાલ જપ્ત કરાયો.
Tarapur, Anand | Sep 22, 2025 તારાપુર પોલીસે કાનાવાડા ચોકડી પાસે વોચ ગોઠવીને એક રિક્ષામાં લવાયેલી વિદેશી દારૂની 86 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને રીક્ષા એમ મળી કુલ 1.01 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.જીચકા ગામના મહેશ રાવજીભાઈ ઠાકોર અને પ્રકાશ રાવજીભાઈ ઠાકોર ઝડપી પાડી પૂછપરછ કરતા વિદેશી દારૂ વડોદરાના દુમાડ ખાતે રહેતા કિશન લાલજીભાઈ ઠાકોર પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે.પકડાયેલા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.