આજ વહેલી સવારે મળતી માહિતી મુજબ પીપળી ગામે ચુંટાયેલા સરપંચ શરદકુમાર કુંવરજીભાઇ વનાલિયા સામે ચુંટાયેલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત ગ્રામ સભામાં તારીખ 4/11/2025 ના રોજ થતાં તલાટી કમ મંત્રીએ રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી વલ્લભીપુર ને સોંપ્યો હતો ત્યાર બાદ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 56(2) અનુસાર સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તમાં કુલ સંખ્યાના બે તૃતીયાંશથી ઓછી ન હોય તેટલી બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.