ગોધરા: કનેલાવ તળાવ ખાતે બેન્ક ઓફ બરોડાની ટીમનું સ્વચ્છતા અભિયાન યોજાયુ
"સ્વચ્છતા હિ સેવા-૨૦૨૫" પખવાડિયા અંતર્ગત યોજાઇ રહેલ "સ્વચ્છોત્સવ"ના ભાગરૂપે બેન્ક ઓફ બરોડા દ્વારા આજે ગોધરાના ઐતિહાસિક કનેલાવ તળાવ ખાતે "આપણું શહેર, આપણી જવાબદારી" થીમ હેઠળ એક અસરકારક સ્વચ્છતા અભિયાન યોજાયો હતો. બેન્કના રિજનલ મેનેજર (RM) શ્રી કૌશલ કિશોર પાંડેના નેતૃત્વ હેઠળ બેન્ક ઓફ બરોડાના 30 થી વધુ કર્મચારીઓએ આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને કનેલાવ તળાવની આસપાસના વિસ્તારમાંથી કચરો દુર કરી સફાઇ કરી હતી અને સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવ્યો હતો