સાણંદ: શેલા ગામની ગૌચર જમીનમાં આગ લાગી: સાણંદ-બોપલ ફાયર બ્રિગેડની ટીમોએ ત્રણ કલાકની મહેનત બાદ કાબૂ મેળવ્યો
શેલા ગામની ગૌચર જમીનમાં આગ લાગી: સાણંદ-બોપલ ફાયર બ્રિગેડની ટીમોએ ત્રણ કલાકની મહેનત બાદ કાબૂ મેળવ્યો શેલા ગામના સીમ વિસ્તારમાં આવેલી ગૌચર જમીનમાં આગ લાગી છે. આ આગ ઝાડી-ઝાંખરા અને સૂકા ઘાસમાં ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સાણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બોપલ ફાયર સ્ટેશનમાંથી પણ એક ટીમ મદદ માટે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.