ઉધના: દિવાળી પહેલા સુરતમાં તસ્કરોનો આંતક: વરાછાની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી, CCTVના આધારે આરોપી ઝડપાયો
Udhna, Surat | Oct 3, 2025 સુરત: દિવાળીના તહેવાર પહેલા જ સુરત શહેરમાં તસ્કરોનો આંતક સામે આવ્યો હતો.શહેરના વરાછા વિસ્તારમાં આવેલા મીની બજારની એક ઓફિસમાંથી રૂપિયા. 13.65 લાખની કિંમતના હીરાની ચોરી કરનાર આરોપીની ધપરક્ડ કરી છે.ચોરી કરનારો ઇસમ તાળાં તોડવાની મહેનત કર્યા વિના એકદમ સહેલાઇથી ઓફિસમાં ઘૂસી ગયો હતો. તસ્કરે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને ઓફિસનું તાળું ખોલ્યું હતું અને અંદરથી કિંમતી હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.