ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસે સાતપૂલ વિસ્તારમાં આવેલ મુસ્લિમ સી સોસાયટીના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સાતપુલ વિસ્તારમાં આવેલી મુસ્લિમ સી સોસાયટીના એક મકાનમાંથી 42 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો. ચોક્કસ બાતમીના આધારે 24 ઓક્ટોબરે મોડીરાત્રે પોલીસે છાપો માર્યો હતો. તપાસ દરમ્યાન રૂ. 9420ના માંસ અને સાધનો કબ્જે લેવામાં આવ્યા. મકાનમાં હમીદા મોહસીન યુસુફ મીંચલ મળી આવી, જેમણે જણાવ્યું કે માંસ યાસીન આદમ મદારી નામના વ્યક્તિએ વેચાણ માટે આપ્યું હતું. પોલીસે ગૌમાંસ હોવાની આશંકાએ જથ્થો તપાસ માટે મોકલી કાયદેસર કાર્યવાહી