સુરત: શહેરના એક કન્સ્ટ્રક્શન વ્યવસાયીને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા 20 લાખની ખંડણી પડાવવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે એક યુવતી અને એક વકીલની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા se20 લાખ અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ફરિયાદી જેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ આરોપી યુવતી હેતલબેન વીઠ્ઠલભાઇ બારૈયાના સંપર્કમાં હતા. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી સતત વાતચીત થતી હતી.