ધરણીધર તાલુકાના આછુંવા ગામની સીમમાંથી પસાર થતી રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ઉપર કેટલીય જગ્યાએ તૂટેલી જોવા મળી છે.જોકે કેનાલ તૂટેલી હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.જોકે કેનાલમાં પાણી છોડતાની સાથે જ આજુબાજુના ખેતરોમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે.અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.આ બાબતે ખેડૂતોએ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.સ્થાનિક ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ રીપેર કરવા માંગ કરી છે.