તળાજા: તળાજા પંથકમાં હૃદયદ્રાવક ઘટના, દીકરી સામે જ પિતાનું મોત
બનાવની વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામે પાન-માવાની દુકાન ચલાવતા રહેશ ભરતભાઈ ભૂપતભાઈ સોલંકી, ઉંમર આશરે 50 વર્ષ, પોતાની નર્સિંગનો અભ્યાસ કરતી દીકરીને તળાજાથી બાઈક પર ઘરે લઈ જઈ રહ્યા હતા. રાત્રીના આશરે આઠ વાગ્યાના સમયે દકાણા ગામ નજીક પહોંચતા અજાણ્યા ડમ્પર ચાલકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રહેશભાઈને જીવલેણ ઈજાઓ પહોંચી હતી.