લખપત: રોડાસરમાં મિજબાની માટે સસલાનો શિકાર, ત્રણેય શિકારીઓને વનવિભાગે ઝડપી પાડ્યા
Lakhpat, Kutch | Sep 15, 2025 લખપત તાલુકાના રોડાસરમાં મિજબાની માટે સસલાનો શિકાર કરનાર ત્રણ શિકારીઓને વનવિભાગે ઝડપી પાડ્યા હતા. મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દયાપર ઉત્તર રેન્જના નારાયણ સરોવર રાઉન્ડ ક્ષેત્રમાં દયાપર ઉત્તર તથા દયાપર દક્ષિણ રેન્જ દ્વારા સંયુક્ત રાત્રિ પેટ્રોલીંગ દરમ્યાન રોડાસર ગામેથી એક સસલાનો શિકાર કરી જઈ રહેલા ત્રણ ઇસમો ઝડપાયા હતા.