વલ્લભીપુર શહેરના પાટીવાડા પોસ્ટ ઓફિસ નજીક છેલ્લા ત્રણ દિવસથી ગટર ઉભરાઈ રહી છે. આના કારણે વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી સ્થાનિક રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.ઉભરાતી ગટરોનું પાણી રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે અહીંથી પસાર થતા લોકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે. ઘણા લોકો મોઢા પર કપડું બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે.