સુરેન્દ્રનગર એસ.પી.કચેરી ખાતે વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારના રહીશોએ અસામાજીક તત્વોના ત્રાસ અંગે રજુઆત કરી. જોરાવરનગરમાં રહેતા પ્રથમ પારધી સહિત અન્ય માથાભારે શખ્સો દ્વારા અવારનવાર ગણપતિ ફાટસર વિસ્તારમાં આવી સ્થાનિક રહીશો સાથે દાદાગીરી અને હુમલો કરતા હોવાની ફરિયાદો.ગણપતિ ફાટસર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને અસામાજીક તત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ કરી.