લાઠી પોલીસ સ્ટેશનના અંતર્ગત ભીંગરાડ ગામમાં સુરક્ષા મજબૂત બનાવવા “Eagle Eye Project” હેઠળ સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ પ્રોજેક્ટ અંકિતા કન્સ્ટ્રક્શન–અમદાવાદના સહયોગથી અમલમાં મુકાયો છે. ગામમાં વધતી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લગાડાયેલા સીસીટીવી કેમેરા ક્રાઈમ પ્રિવેન્શન અને સતત મોનીટરીંગમાં મહત્વની ભૂમિકા ભજવશે.