દસાડા: દસાડા ના ઉપરિયાળા ગામે પાટડી પોલીસે જુગાર રમતા પાંચ ને ઝડપી અને મુદ્દામાલ કર્યો કબજે જુઓ વિસ્તૃત......
દસાડા તાલુકાના પાટડી પોલીસ મથકના તાબા હેઠળના ઉપરિયાળા ગામેથી પાટડી પોલીસના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે તીનપત્તિના ચાલી રહેલ જુગાર પર રેઇડ કરી હતી જેમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ જેટલા લોકોને ઝડપ્યા હતા જેઓ પાસેથી પોલીસે તપાસ કરતા રોકડ રૂ.13,780 અને મોબાઈલ નંગ-4 જેની કિંમત રૂ.20,000 મળીને 33,780 ના મુદ્દામાલ સાથે પાંચ લોકોને ઝડપી અને પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધ્યો હતો.