તળાજા: તળાજા પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આજે તા. 1 જુલાઈના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તાલુકાના અનેક ગામોમાં ધીમીથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્રણ દિવસ અગાઉ પડેલા સારા વરસાદ બાદ આજે ફરી મેઘરાજાની પધરામણી થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ વધુ મજબૂત બન્યું છે. વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં નવી આશા જાગી છે અને ખેતરોમાં પૂરતો ભેજ મળતાં વાવણીની કામગીરીને વેગ મળવાની