રાજકોટ પૂર્વ: માધાપરચોકડી સહિતના વિસ્તારમાંથી દેશીદારૂ અને કાર સહિત ₹ 5,74,000ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી શહેર પીસીબી
શહેર પીસીબી પોલીસ સ્ટાફે એસી ફૂટ રોડ પરથી એક શંકાસ્પદ મહિલા પાસેથી રૂપિયા 24,000ની કિંમતનો 120 લિટર દારૂ તેમજ મોડી રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ માધાપર ચોકડી પાસેથી રૂપિયા 50 હજારની કિંમતના દેશી દારૂ તેમજ કાર મળી કુલ ₹5,50,000ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.