સુરતના અલથાણ વિસ્તારમાં કરિયર ફર્સ્ટ ક્લાસના સંચાલકો સામે upsc અને gpsc ની તૈયારી કરી રહેલા દસથી પંદર જેટલા વિધાર્થીઓએ અલથાણ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી ન્યાયની માંગ કરી છે.વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ upsc અને gpsc ની તૈયારી માટે સંચાલકોને લાખો રૂપિયા ની ફી આપી હતી.જે ફી આપી હોવા છતાં ફેકલ્ટી એ અભ્યાસ કરાવવાનું બંધ કરી દીધું છે.સંચાલક મુકુન્દ્સીંગ પણ ફોન ઉપાડી જવાબ આપવાનું ટાળી રહ્યા છે.જેથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય તેવી રજુવાત છે.