પલસાણા: કડોદરામાં બાળકી સાથે દુષ્કર્મના આરોપીને સખત સજા સાંભળતા બારડોલી કોર્ટમાં ઢળી પડ્યો, 108થી હોસ્પિટલ ખસેડાયો
Palsana, Surat | Oct 10, 2025 કડોદરા GIDC વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય અડપલાં કરવાના કેસમાં બારડોલી સેશન્સ કોર્ટે આરોપી રાહુલ ઉર્ફે રાજા જયપ્રકાશ શુક્લાને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ચુકાદો સાંભળતા જ આરોપી કોર્ટરૂમમાં ઢળી પડ્યો અને તેને 108 એમ્બ્યુલન્સથી સરદાર હોસ્પિટલ ખસેડાયો.આ ઘટના 11 સપ્ટેમ્બર, 2023ની છે, જ્યારે આરોપીએ બિસ્કિટ લેવા આવેલી બાળકી સાથે અડપલાં કર્યા હતા. કડોદરા GIDC પોલીસે ગુનો નોંધ્યો હતો.