ગાંધીધામ બાર એસોસિયેશન (GBA)ની વર્ષ 2026 માટેની ચૂંટણીમાં પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. પ્રમુખ પદ માટે મયુરધ્વજ એસ. ખાંડેકા અને દિલીપકુમાર પી. જોષીએ દાવેદારી નોંધાવી છે.ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તા.09 ડિસેમ્બર છે. તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.10 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આખરી મતદાન તા.19 ડિસેમ્બરના રોજ યોજાશે અને પરિણામ પણ 19 ડિસેમ્બરના રોજ જ જાહેર કરી દેવામાં આવશે.