છાયા વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી ફીનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
Porabandar City, Porbandar | Sep 26, 2025
પોરબંદરના છાયા મારુતિનગર વિસ્તારમાં રહેતા અને ઘાસચારો વેચવાનો વ્યવસાય કરતા અરુણ રમેશ સોલંકી નામના યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના પત્નીએ જણાવ્યું છે કે તેના પતીને ઉપલેટામાં રહેતા ચાર વ્યાજખોરો હેરાન કરતા હોવાથી પતીએ આ પગલું ભરી લીધું છે