સુરત શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી પર અંકુશ મેળવવા માટે કડક કાર્યવાહી કરી રહેલી SOG પોલીસે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા હાઈબ્રિડ ગાંજાના એક કેસમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી પાસેથી રૂપિયા 13 લાખથી વધુની કિંમતનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પણ જપ્ત કર્યો છે.SOG પોલીસને બાતમી મળી હતી કે અડાજણમાં એક શખ્સ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો લઈને ફરતો છે.