લાઠી: "હું ખેડૂતનો દીકરો છું, મુશ્કેલ ભર્યો ચહેરો ઓળખી લાઉ" સાંસદનો સહાનુભૂતિસભર અવાજ બન્યો ચર્ચાનો કેન્દ્ર!
Lathi, Amreli | Oct 31, 2025 લાઠીના ઝરખીયા ગામના વતની અને અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયાનો એક ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન બાદ એક ખેડૂત દ્વારા સાંસદને ફોન કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ દરમિયાન સાંસદ ભરતભાઈએ કહ્યું કે “હું તમારી સાથે જ છું, સૌથી પહેલા દિવસે મેદાનમાં હું આવેલો.” તેમણે વધુમાં ઉમેર્યું કે “સર્વેની જરૂર નથી, ખેડૂતોના ચહેરા પરથી જ મુશ્કેલીનો અણસાર મળી જાય છે.”