વિજાપુર: વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કૃત્યનો કેસ ના આરોપી ને પકડવા શહેરી જનો ની માંગ
વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બીજા ધોરણની નાની બાળા સાથે ITIના વિદ્યાર્થી દ્વારા અજાણ્યું ઇન્જેક્શન આપી કુચેસ્ટા કરાયાની આઘાતજનક ઘટના સામે શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.બાળાએ પોલીસ, આચાર્ય અને હાજર નાગરિકોની હાજરીમાં આરોપીને બે બે વખત સ્પષ્ટ રીતે ઓળખી બતાવ્યો હોવા છતાં FIRમાં નામ ન ઉમેરાતા અને ધરપકડ ન થતાં વાલીઓ ગુસ્સે ભરાયા હતા. આજરોજ સોમવારે સાંજે પાંચ કલાકે પોલીસ મથકે પોહચી આરોપી ને પકડવા ની માંગ કરી હતી.