ખંભાળિયા: ખંભાળિયાના વારાહી ચોકમાં છેલ્લા 100 વર્ષથી ઔદીચ્ય બ્રાહ્મણો દ્વારા ઉજવાઈ છે નવરાત્રી; કંઠે ગવાઇ છે માતાજીના છંદ.
ખંભાળિયાના વારાહી માતાજીના સાનિધ્યમાં છેલ્લા 100 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં ઈશ્વર વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. ગરબીની વિશેષતા એ છે કે અહીં પુરુષ અને બાળકો ધોતી કે પીતાંબર પહેરીને માતાજીના છંદ ગાઈ છે અને ગરબે રમીને માતાજીની આરાધના કરે છે..આ વિગતો સાંજે 7.30 વાગ્યા થી મળેલ છે.